શોધખોળ કરો

Yellow Alert In Delhi : કોરોનાનું સંક્રમણ વધતાં દિલ્લીમાં જાહેર કરી દેવાયું યલો એલર્ટ, જાણો શું શું લાગ્યા પ્રતિબંધો?

દિલ્હીમાં યલો એલર્ટ લગાવી દેવામાં આવ્યું છે. ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનની હેઠળ અનેક પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે. દિલ્લીમાં 10pm-5am સુધી નાઇટ કર્ફ્યુ લગાવી દેવાયો છે.

નવી દિલ્લીઃ નવી દિલ્લી સહિત સમગ્ર દેશમાં ફરી એકવાર ઓમિક્રોનના પગલે કોરોનાનો રાફડો ફાટ્યો છે. ત્યારે દિલ્હીમાં યલો એલર્ટ લગાવી દેવામાં આવ્યું છે. ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનની હેઠળ અનેક પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા છે. દિલ્લીમાં 10pm-5am સુધી નાઇટ કર્ફ્યુ લગાવી દેવાયો છે. દિલ્હી મેટ્રો, રેસ્ટોરન્ટ્સ, બાર 50% ક્ષમતા પર ચલાવવા માટે આદેશ અપાયો છે. આ ઉપરાંત  સિનેમા હોલ, સ્પા, જીમ, મલ્ટીપ્લેક્સ, બેન્ક્વેટ હોલ, ઓડિટોરિયમ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવ્યા છે. 

કોરોનાના કેસો વધતાં શું ગુજરાતમાં વધુ નિયંત્રણો લાગશે? મુખ્ય સચિવે મનપા-જિલ્લા કલેક્ટરોની બોલાવી બેઠક

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં ઉછાળો આવતાં હાહાકાર મચી ગયો છે. બીજી તરફ ઓમિક્રોનના કેસોનો પણ રાફડો ફાટ્યો છે. ત્યારે હવે રાજ્ય સરકાર પણ હરકતમાં આવી છે. મુખ્ય સચિવ પંકજ કુમારની અધ્યક્ષતામાં અત્યારે કોવિડ અંગે વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં તમામ મહાનગરપાલિકાના કમિશનરો અને જિલ્લા કલેકટરો સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કોવિડની પ્રવર્તમાન પરિસ્થિતિ અંગેનો અભ્યાસ કરી તેને નિયંત્રણમાં લેવા માટે કોવિડ પ્રોટોકોલના ચુસ્ત પાલન ઉપર ભાર મુકવામાં આવ્યો છે. મુખ્ય સચિવ કોવિડ પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી તેને કાબૂમાં લેવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડી રહ્યા છે.

ગુજરાતમાં ઓમિક્રોનનો કાળો કેરઃ બે દિવસમાં જ નોંધાયા 28 કેસ, જાણો ક્યાં ક્યાં કેટલા કેસ નોંધાયા?
 
ગાંધીનગરઃ ગુજરાતમાં ઓમિક્રોનના કેસોનો રાફડો ફાટ્યો છે. છેલ્લા બે જ દિવસમાં 28 કેસ સામે આવતાં આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે. ઓમિક્રોન સાથે કોરોનાના કેસો પણ વધતાં હાહાકાર મચી ગયો છે. ગઈ કાલે 24 કેસો નોંધાયા પછી આજે બપોર સુધીમાં ઓમિક્રોનના નવા 4 કેસ સામે આવ્યા છે. જેમાં મહેસાણા, સાબરકાંઠા, પોરબંદર અને સુરતમાં એક-એક ઓમિક્રોનના કેસ નોંધાયા છે. 
 
મહેસાણામાં જિલ્લામાં ઓમીક્રોન કોરોનાની એન્ટ્રી થઈ છે. પીલાજી ગંજ વિસ્તારમાં ઓમીક્રોન કેસ સામે આવ્યો છે. Omicron પોઝિટિવ વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી આફ્રિકા હોવાનું સામે આવ્યુ છે. 5 દિવસ પહેલા જ આફ્રિકાથી યુવાન આવ્યો હતો. આરોગ્ય વિભાગે શંકાસ્પદ લાગતા હોસ્પિટલમાં આઇસિલેટ કર્યો હતો. આજે રિપોર્ટ આવતા ઓમિક્રોન પોઝિટિવ હોવાનું આવ્યું સામે. મહેસાણા શહેર માં ઓમીક્રોન કેસ થી આરોગ્ય તંત્ર દોડતું થયું. અગાઉ 3 ઓમીક્રોન વિજાપુર તાલુકામાં નોંધાયા હતા.
 
સાબરકાંઠા જિલ્લામાં ઓમિક્રોનની એન્ટ્રી થઈ છે. જિલ્લામાં પ્રથમ ઓમીક્રોન કેસ નોંધાયો છે. દર્દી હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ઇડરના ભદ્રેસરની મહિલાને ઓમિક્રોન પોઝીટીવ આવ્યો છે. કેનેડાથી આવ્યા બાદ તેમના પતિને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. મહિલાએ ફાયઝરના રસીના બે ડોઝ લીધા છે. આરોગ્ય વિભાગ દ્વારા માહિતી એકઠી કરાઈ રહી છે. સુરતમાં 32 વર્ષીય હીરા વેપારી ઓમિક્રોન સંક્રમિત આવ્યા છે. નૈરોબીથી પોરબંદર આવેલા વૃદ્ધ પણ ઓમિક્રોન સંક્રમિત આવ્યા છે. 
 
રાજ્યમાં ગઈ કાલે ઓમિક્રોનના 24 કેસ નોંધાયા હતા. ઓમિક્રોનના 24 કેસ નોંધાતા ખળભળાટ મચી ગયો હતો. અમદાવાદ શહેરમાં આજે સૌથી વધુ 13 કેસ નોંધાયા છે. જેમાં 13 લોકો ઈન્ટરનેશનલ ટ્રાવેલ હિસ્ટ્રી ધારવતા હતા. 4 લોકો કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા નથી. 
 
રાજ્યમાં બે દિવસમાં ઓમિક્રોનના 28 નવા કેસ નોંધાયા તેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 13, અમરેલી 1, આણંદ, 1, ભરુચ 1, ગાંધીનગર કોર્પોરેશન 4, રાજકોટ કોર્પોરેશન 4, વડોદરામાં 1, સાબરકાંઠામાં 1, પોરબંદરમાં 1, સુરતમાં 1 અને મહેસાણામાં 1 કેસ નોંધાયો છે. રાજ્યમાં ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 77 પર પહોંચી ગઈ છે. જેમાંથી 17 લોકોને ડીસ્ચાર્જ કરાયા છે. 
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Temperature: દિલ્હીમાં 52 ડિગ્રી નથી પહોંચ્યું તાપમાન, મંત્રાલયે કરી સ્પષ્ટતા, બતાવી કેમ થઇ ભૂલ?
Delhi Temperature: દિલ્હીમાં 52 ડિગ્રી નથી પહોંચ્યું તાપમાન, મંત્રાલયે કરી સ્પષ્ટતા, બતાવી કેમ થઇ ભૂલ?
Rules Changing: ડ્રાઇવિંગ લાયસન્સથી લઇને આધાર કાર્ડ સુધી, જૂનમાં થશે અનેક ફેરફાર
Rules Changing: ડ્રાઇવિંગ લાયસન્સથી લઇને આધાર કાર્ડ સુધી, જૂનમાં થશે અનેક ફેરફાર
HAL Jobs 2024: એન્જિનિયરિંગ કર્યું છે તો જલદી કરો આ ભરતી માટે અરજી, 60 હજાર મળશે પગાર
HAL Jobs 2024: એન્જિનિયરિંગ કર્યું છે તો જલદી કરો આ ભરતી માટે અરજી, 60 હજાર મળશે પગાર
Health Insurance: એક કલાકમાં મળશે કેશલેસ સારવાર અને ત્રણ કલાકમાં મળશે ડિસ્ચાર્જ, ઇરડાએ બદલ્યા નિયમો
Health Insurance: એક કલાકમાં મળશે કેશલેસ સારવાર અને ત્રણ કલાકમાં મળશે ડિસ્ચાર્જ, ઇરડાએ બદલ્યા નિયમો
Advertisement
metaverse

વિડિઓઝ

Hun To Bolish । અમને જીવવા દો । abp AsmitaBhavnagar News | રાજકોટ અગ્નિકાંડ બાદ આખરે જાગ્યું ભાવનગર પ્રશાસનSurat News | રાજકોટ અગ્નિકાંડ બાદ પણ સુરતમાં જોવા મળી બેદરકારીRajkot News | રાજકોટ અગ્નિકાંડ બાદ પણ જેતપુર સેવા સદનમાં ફાયર સેફટીના નિયમોનો ભંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Temperature: દિલ્હીમાં 52 ડિગ્રી નથી પહોંચ્યું તાપમાન, મંત્રાલયે કરી સ્પષ્ટતા, બતાવી કેમ થઇ ભૂલ?
Delhi Temperature: દિલ્હીમાં 52 ડિગ્રી નથી પહોંચ્યું તાપમાન, મંત્રાલયે કરી સ્પષ્ટતા, બતાવી કેમ થઇ ભૂલ?
Rules Changing: ડ્રાઇવિંગ લાયસન્સથી લઇને આધાર કાર્ડ સુધી, જૂનમાં થશે અનેક ફેરફાર
Rules Changing: ડ્રાઇવિંગ લાયસન્સથી લઇને આધાર કાર્ડ સુધી, જૂનમાં થશે અનેક ફેરફાર
HAL Jobs 2024: એન્જિનિયરિંગ કર્યું છે તો જલદી કરો આ ભરતી માટે અરજી, 60 હજાર મળશે પગાર
HAL Jobs 2024: એન્જિનિયરિંગ કર્યું છે તો જલદી કરો આ ભરતી માટે અરજી, 60 હજાર મળશે પગાર
Health Insurance: એક કલાકમાં મળશે કેશલેસ સારવાર અને ત્રણ કલાકમાં મળશે ડિસ્ચાર્જ, ઇરડાએ બદલ્યા નિયમો
Health Insurance: એક કલાકમાં મળશે કેશલેસ સારવાર અને ત્રણ કલાકમાં મળશે ડિસ્ચાર્જ, ઇરડાએ બદલ્યા નિયમો
Alert! હીટવેવના કારણે ગર્ભવતી મહિલાઓને શું થાય છે અસર, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Alert! હીટવેવના કારણે ગર્ભવતી મહિલાઓને શું થાય છે અસર, રિસર્ચમાં થયો મોટો ખુલાસો
Norway Chess 2024: ભારતના પ્રજ્ઞાનાનંદે ક્લાસિકલ ચેસમાં રચ્યો ઇતિહાસ, પ્રથમવાર નંબર વન ખેલાડીને હરાવ્યો
Norway Chess 2024: ભારતના પ્રજ્ઞાનાનંદે ક્લાસિકલ ચેસમાં રચ્યો ઇતિહાસ, પ્રથમવાર નંબર વન ખેલાડીને હરાવ્યો
ACની હવા અસ્થમાના દર્દીઓના ફેફસાને કરી શકે છે ડેમેજ, ગરમીમાં રાખો આ બાબતોનું ધ્યાન
ACની હવા અસ્થમાના દર્દીઓના ફેફસાને કરી શકે છે ડેમેજ, ગરમીમાં રાખો આ બાબતોનું ધ્યાન
Gold: ઘરમાં કેટલું રાખી શકો છો ગોલ્ડ, જાણો શું કહે છે કાયદો?
Gold: ઘરમાં કેટલું રાખી શકો છો ગોલ્ડ, જાણો શું કહે છે કાયદો?
Embed widget