For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એમેઝોન નદીનાં અદ્ભૂત વર્ષા જંગલ

Updated: Aug 5th, 2022

એમેઝોન નદીનાં અદ્ભૂત વર્ષા જંગલ

- એમેઝોનનાં ઊંડાં જંગલોમાં ચાર લાખની વસ્તી ધરાવતું શહેર ઇક્વીટોસ આવેલું છે. એમેઝોનનાં જંગલોમાં જવાનો તે એકમાત્ર માર્ગ છે.

- એમેઝોનનાં જંગલોમાં ૪૦ હજાર જાતની વનસ્પતિ, ૨૨૦૦ જાતની માછલી, ૧૨૦૦ જાતનાં પક્ષીઓ, ૪૨૦ જાતનાં સસ્તન પ્રાણીઓ અને ૩૭૦ જાતના સરિસૃપ્રો છે.

- એમેઝોન નદીમાં વિશ્વની કોઇ પણ નદી કરતાં પાંચ ગણો પાણીનો પ્રવાહ વહે છે.

- બ્રાઝિલમાં એમેઝોન નદીની નીચે પેટાળમાં ૪ કિલોમીટરની ઊંડાઇએ પણ નદી વહે છે.

- એમેઝોનનાં જંગલોનો મોટા ભાગનો વિસ્તાર બ્રાઝિલ, પેરુ અને કોલંબિયામાં ફેલાયેલો છે.

- પુરાણકાળમાં એમેઝોન નદી પૂર્વથી પશ્ચિમમાં વહેતી હતી આજે પશ્ચિમથી પૂર્વમાં વહે છે.

- એમેઝોન નદી પર એક પણ પુલ નથી.

- પૃથ્વી પરના તમામ પ્રાણીઓ, પક્ષીઓ અને વનસ્પતિની જાત પૈકી દર દસે એક પ્રજાતિ એમેઝોનનાં જંગલમાં જોવા મળે.

- ૧૧,૨૦૦ વર્ષ પહેલા માણસજાત એમેઝોનનાં જંગલોમાં વસતી હતી.

- એમેઝોન શબ્દ ગ્રીક ભાષાનો છે. તેનો અર્થ થાય છે લડાકુ જાતિની મહિલા. એમેઝોનના આદિવાસી વિસ્તારોમાં સ્ત્રી પણ યુદ્ધ મોરચે લડવા જતી.

- એમેઝોન નદીની આસપાસ પંચાવન લાખ ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ગાઢ જંગલો છવાયેલા છે.

- પૃથ્વીના વાતાવરણમાં પેદા થતા ઓક્સિજનનો ૨૦ ટકા જથ્થો એકલા એમેઝોનના જંગલમાંથી મળે છે.

Gujarat